Posts

ગુજરાતના લોકમેળા

મેળા એ ભારતની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. મેળાઓ ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક ઉપરાંત  પ્રદેશ કે પશુ-પક્ષી આધારિત જોવા મળે છે. ભારતમાં સવિશેષ કુંભમેળાને ગણી શકાય. આ મેળો દર ત્રણ વર્ષે પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરદ્વારમાં યોજાય ગુજરાતની પ્રાદેશિક વિવિધતાઓનું દર્શન ભાતીગળ મેળાઓમાં જોવા મળે છે. લોકમેળામાં અમૂક ચોક્કસ તિથીના રોજ જનસમુદાય મોટા સમૂહમાં મળીને પોતાની આગવી વિશેષતાઓની હર્ષોલ્લાસ ઉજવણી કરે છે. ગુજરાતમાં ભરાતા મોટાભાગના મેળાઓ મહિના અને તિથિ આધારિત હોય છે.  ગુજરાતમાં દર વર્ષે 1,521 જેટલા મેળા ભરાય છે. તેમાંથી હિન્દુઓના મેળા 1,293, મુસ્લિમોના મેળા 175, જૈનોના મેળા 21, લોકમેળાઓ 14, ધંધાદારી મેળાઓ 13 અને પારસીઓ નો એક મેળો ભરાય છે. - સૌરાષ્ટ્રમાં ઉજવાતા મેળાઓની વિષયવસ્તુ મહદઅંશે પૌરાણિક કે ધાર્મિક હોય ! તરણેતરનો મેળો કે શિવરાત્રી મેળો. - દક્ષિણ ગુજરાત કે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ઉજવાતા મેળાઓ મહદઅંશે આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય છે. જે – -આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ, ખાનપાન, રિવાજ, દેવીદેવતાઓ, પ્રકૃતિ વગેરેને કેન્દ્રમાં રાખી ઉજવણી કરે છે. દા.ત. ગોળગધેડાનો મેળો, ડાંગ દરબારનો મેળ
Recent posts